વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ॥ ૨૯॥
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે ।
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ॥ ૩૦॥
નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।
ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥ ૩૧॥
વેપથુ:—કંપન; ચ—અને; શરીરે—શરીરમાં; મે—મારાં; રોમ હર્ષ:—શરીરના રુંવાડા ઊભા થઇ જવા; ચ—પણ; જયતે—ઉત્પન્ન થાય છે; ગાંડીવમ્—અર્જુનનું ધનુષ્ય, ગાંડીવ; સ્ત્રંસતે—સરી પડે છે; હસ્તાત્—હાથમાંથી; ત્વક્—ત્વચા; ચ—અને; એવ—નિશ્ચિત; પરિદહ્યતે—બળી રહી છે; ન—નહીં; ચ—અને; શક્નોમિ—હું સમર્થ છું; અવસ્થાતુમ્—સ્થિર રહેવા માટે; ભ્રમતિ ઈવ—ઝૂલતો હોઉં એમ; ચ—વળી; મે—મારું; મન:—મન; નિમિત્તાનિ—સંકેતો; ચ—અને; પશ્યામિ—હું જોઉં છું; વિપરીતાનિ—દુર્ભાગ્ય; કેશવ—શ્રી કૃષ્ણ, કેશી નામના દૈત્યના સંહારક; ન—નહીં; ચ—પણ; શ્રેય:—કલ્યાણ; અનુપશ્યામિ—હું અગાઉથી જોઉં છું; હત્વા—હણીને; સ્વજનમ્—સંબંધીજનો; અહવે—યુદ્ધમાં.
BG 1.29-31: મારું સમગ્ર શરીર કંપે છે; મારાં રૂંવાડાં ઊભા થઇ ગયાં છે. મારું ધનુષ્ય, ગાંડીવ, મારાં હાથોમાંથી સરકી રહ્યું છે, અને મારી આખી ત્વચા બળી રહી છે. મારું મન અનિશ્ચિતતા અને મૂંઝવણોનાં વંટોળમાં અટવાઈ ગયું છે; હું મારી જાતને અધિક સ્થિર રાખવા સમર્થ નથી. હે કૃષ્ણ! કેશી દૈત્યના સંહારક, હું કેવળ અમંગળના સંકેતો જોઉં છું. મારાં જ સંબંધીઓની હત્યા કરીને મને દૂર સુધી કોઈ શુભતાના દર્શન થતાં નથી.
વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે ॥ ૨૯॥
ગાણ્ડીવં સ્રંસતે હસ્તાત્ત્વક્ચૈવ પરિદહ્યતે ।
ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ ॥ ૩૦॥
નિમિત્તાનિ ચ પશ્યામિ વિપરીતાનિ કેશવ ।
ન ચ શ્રેયોઽનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે ॥ ૩૧॥
મારું સમગ્ર શરીર કંપે છે; મારાં રૂંવાડાં ઊભા થઇ ગયાં છે. મારું ધનુષ્ય, ગાંડીવ, મારાં હાથોમાંથી સરકી રહ્યું છે, અને …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
જયારે અર્જુને યુદ્ધના પરિણામો વિષે વિચાર્યું ત્યારે તે ચિંતિત અને ઉદાસ થવા લાગ્યો. એ જ ગાંડીવ, જેના શક્તિશાળી ટંકારથી શત્રુઓ ભયભીત થઇ જતા હતા, તેના હાથમાંથી સરકવા લાગ્યું હતું. યુદ્ધ કરવું એ પાપ છે, એ વિચારીને તેનું મન ચકરાવવા લાગ્યું હતું. મનની આ અસ્થિરતાને કારણે તે હીન ભાવનાઓથી ગ્રસિત થઈને ભ્રામક અમંગળ સંકેતોને સ્વીકારવા લાગ્યો અને વિનાશક તથા નિકટવર્તી પરિણામોનો પૂર્વાભાસ કરવા લાગ્યો.