પશ્યાદિત્યાન્વસૂન્ રુદ્રાનશ્વિનૌ મરુતસ્તથા ।
બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત ॥ ૬॥
પશ્ય—જો; આદિત્યાન્—અદિતિના બાર પુત્રો; વસૂન્—(આઠ) વસુઓ; રુદ્રાન્—(અગિયાર) રુદ્રો; અશ્વિનૌ—(બે) અશ્વિનીકુમારો; મરુત:— (ઓગણચાળીસ) મરુતો; તથા—અને; બહુનિ—અનેક; અદૃષ્ટ—અપ્રગટ; પૂર્વાણિ—પહેલાં; પશ્ય—જો; આશ્ચર્યાણિ—આશ્ચર્યોને; ભારત—અર્જુન,ભરતવંશીઓમાં શ્રેષ્ઠ.
BG 11.6: હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના (બાર) પુત્રો, (આઠ) વસુઓ, (અગિયાર) રુદ્રો, (બે) અશ્વિનીકુમારો તેમજ (ઓગણચાળીસ) મરુતો તથા પૂર્વે અપ્રગટ આશ્ચર્યોને જો.
પશ્યાદિત્યાન્વસૂન્ રુદ્રાનશ્વિનૌ મરુતસ્તથા ।
બહૂન્યદૃષ્ટપૂર્વાણિ પશ્યાશ્ચર્યાણિ ભારત ॥ ૬॥
હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ, મારામાં અદિતિના (બાર) પુત્રો, (આઠ) વસુઓ, (અગિયાર) રુદ્રો, (બે) અશ્વિનીકુમારો તેમજ (ઓગણચાળીસ) મરુતો તથા પૂર્વે અપ્રગટ આશ્ચર્યોને …
Sign in to save your favorite verses.
Sign InStart your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!
ભગવાનના વિશ્વરૂપમાં કેવળ પૃથ્વી પર વિદ્યમાન આશ્ચર્યો જ નહિ પરંતુ પૂર્વે એકસાથે આ પ્રકારે ન જોયેલાં ઉચ્ચતર ગ્રહમંડળનાં આશ્ચર્યો પણ સમાવિષ્ટ છે. તેઓ આગળ એ પણ જણાવે છે કે સર્વ સ્વર્ગીય દેવતાઓ તેમના દિવ્ય સ્વરૂપના સૂક્ષ્મ અંશ છે; તેઓ તેમનામાં બાર આદિત્યો, આઠ વસુઓ, અગિયાર રુદ્રો, બે અશ્વિનીકુમારો તેમજ ઓગણચાળીસ મરુતોનું પણ દર્શન કરાવે છે.
અદિતિને બાર પુત્રો છે: ધાતા, મિત્રા, અર્યમા, શક્રા, વરુણ, અંશ, ભાગા, વિવસ્વાન, પૂષા, સવિતા, ત્વસ્થા, વામન.
આઠ વસુઓ છે: દારા, ધ્રુવ, સોમા, અહાહ, અનિલા, અનલા, પ્રત્યુષ, પ્રભાસ.
અગિયાર રુદ્રો છે: હર, બહુરૂપ, ત્ર્યંબક, અપરાજિત, વૃષકપિ, શંભુ, ક્પર્દી, રૈવત, મૃગવ્યાધ, સર્વ, કપાલી.
ઓગણચાળીસ મરુતો (વાયુ દેવો) છે: સત્ત્વજ્યોતિ, આદિત્ય, સત્યજ્યોતિ, તિર્યગજ્યોતિ, સજ્યોતિ, જ્યોતિષમાન, હરિત, ઋતજીત, સત્યજીત, સુષેણ, સેનાજીત, સત્યમિત્ર, અભિમિત્ર, હરિમિત્ર, કૃત, સત્ય, ધ્રુવ, વિધાર્ત, વિધારય, ધ્વંત, ધૂની, ઉગ્ર, ભીમ, અભિયુ, સક્ષીપ, ઈદ્રિક, અન્યદ્રિક, યદ્રિક, પ્રતિકૃત, રુક, સમિતિ, સંમ્રામ્ભા, ઈદ્રીક્ષા, પુરુષ, અન્યદ્રિક્ષા, ચેતસ, સમિત, સમીદ્રિક્ષા, પ્રતિદ્રીક્ષા, મારુતિ, સરતા, દેવ, દિશ, યજૂહ, અનુદ્રિક, સામ, માનુષ, અને વિશ.