Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 13, Verse 30

પ્રકૃત્યૈવ ચ કર્માણિ ક્રિયમાણાનિ સર્વશઃ ।
યઃ પશ્યતિ તથાત્માનમકર્તારં સ પશ્યતિ ॥ ૩૦॥

પ્રકૃત્યા—માયિક પ્રકૃતિ દ્વારા; એવ—સાચે; ચ—પણ; કર્માણિ—કર્મો; ક્રિયમાણાનિ—કરવામાં આવેલા; સર્વશ:—સર્વ; ય:—જે; પશ્યતિ—જોવે છે; તથા—તેમજ; આત્માનમ્—દેહધારી આત્મા; અકર્તારમ્—અકર્તા; સ:—તે; પશ્યતિ—જોવે છે.

Translation

BG 13.30: કેવળ તેઓ જ વાસ્તવમાં જુએ છે કે જે જાણે છે કે, સર્વ કાર્યો (શરીરના) માયિક પ્રકૃતિ દ્વારા સંપન્ન થાય છે, જયારે દેહધારી આત્મા વાસ્તવમાં કંઈ જ કરતો નથી.

Commentary

તંત્ર ભાગવત વર્ણન કરે છે: અહંકારાત્ તુ સંસારો ભવેત્ જીવસ્ય ન સ્વતઃ   “શરીર હોવાનો અહમ્ અને કર્તા હોવાનો ગર્વ જીવન-મૃત્યુના સંસારની જાળમાં ફસાવે છે.” માયિક ચેતનામાં અહમ્ આપણને શરીર સાથે તાદાત્મ્ય કરાવે છે અને તેથી આપણે શરીરના કાર્યોને આત્મા પર આરોપિત કરીએ છીએ અને માનીએ છીએ કે, “હું આ કરું છું... હું તે કરું છું.” પરંતુ પ્રબુદ્ધ આત્માને એ બોધ હોય છે કે ખાવું, પીવું, વાર્તાલાપ કરવો કે ચાલવું આ સર્વ કાર્યો કેવળ શરીર દ્વારા જ સંપન્ન થાય છે. છતાં, તે શરીર દ્વારા થતાં કાર્યોના ઉત્તરદાયિત્ત્વથી અળગો રહી શકતો નથી. રાષ્ટ્રપતિ પોતે યુદ્ધ ન કરતા હોવા છતાં પણ તેઓ રાષ્ટ્ર માટે યુદ્ધ કરવાના નિર્ણય માટે ઉત્તરદાયી હોય છે. એ જ પ્રમાણે, જીવ તત્ત્વના કાર્યો માટે આત્મા ઉત્તરદાયી છે, પછી ભલે તે કાર્યો શરીર, મન, કે બુદ્ધિ દ્વારા સંપન્ન થયા હોય. તેથી જ આધ્યાત્મિક સાધકે આ બન્ને વિષયોને ધ્યાનમાં રાખવાના છે. મહર્ષિ વશિષ્ઠ રામને ઉપદેશ આપે છે: કર્તા બહિર્કર્તાન્તર્લોકે વિહર રાઘવ   (યોગ વશિષ્ઠ) “ હે રામ! જયારે કર્મ કરો ત્યારે બાહ્ય રીતે સ્વયંને ક્રિયાશીલ રાખો, જાણે કે પરિણામ તમારા ઉપર આધારિત છે; પરંતુ આંતરિક રીતે પોતાને અકર્તા માનો.”

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
13. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ યોગ

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!