Contact: +91 844 894 1008
bgwebsite_logo
Bhagavad Gita
The Song of God

Bhagavad Gita: Chapter 6, Verse 19

યથા દીપો નિવાતસ્થો નેઙ્ગતે સોપમા સ્મૃતા ।
યોગિનો યતચિત્તસ્ય યુઞ્જતો યોગમાત્મનઃ ॥૧૯॥

યથા—જેમ; દીપ—દીવો; નિવાત-સ્થ:—વાયુરહિત સ્થાન; ન—નહીં; ઈંગતે—અસ્થિર થાય છે; સા—આ; ઉપમા—સમાનતા; સ્મૃતા—માનવામાં આવે છે; યોગિન:—યોગીની; યત-ચિત્તસ્ય—જેનું મન અનુશાસિત છે; યુગ્જંત:—સતત સાધના યુક્ત; યોગમ્—ધ્યાનમાં; આત્માન:—પરમાત્મામાં.

Translation

BG 6.19: જે પ્રમાણે વાયુરહિત સ્થાનમાં દીપક અસ્થિર થતો નથી તે જ પ્રમાણે યોગીનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે.

Commentary

આ શ્લોકમાં શ્રીકૃષ્ણ દીવાની જ્યોતની ઉપમા દ્વારા સમજાવે છે. જયારે વાયુ હોય છે ત્યારે સ્વાભાવિક રીતે જ જ્યોત અસ્થિર રહે છે અને તેને નિયંત્રિત રાખવી અશક્ય હોય છે. પરંતુ વાયુરહિત સ્થાનમાં જ્યોત એક ચિત્રમાં હોય એવી જ સ્થિર રહે છે. એ જ પ્રમાણે, મન પ્રાકૃતિક રીતે જ ચંચળ હોય છે અને તેને નિયંત્રિત કરવું અતિ કઠિન હોય છે. પરંતુ જયારે યોગીનું મન મંત્રમુગ્ધ થઈને ભગવાનમાં મય થઇ જાય છે ત્યારે તે ઈચ્છાઓરૂપી વાયુ સામે આશ્રય બની જાય છે. આવો યોગી ભક્તિની શક્તિથી મનને સતત નિયંત્રણમાં રાખે છે.

Bookmark this Verse

Sign in to save your favorite verses.

Add a Note
Swami Mukundananda
6. ધ્યાન યોગ

Quick Jump to Any Verse

Navigate directly to the wisdom you seek

Book with feather

Stay Connected!

Verse of the Day

Start your day with the timeless inspiring wisdom from the Holy Bhagavad Gita delivered straight to your email!

Thanks for subscribing to "Bhagavad Gita - Verse of the Day"!